Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prafulla shah

Romance

4  

prafulla shah

Romance

ઝરૂખો

ઝરૂખો

1 min
608


લીલું છાયલ, લાલ કંગન, માથે મોતી ટીકો તનમનીયો,

ભાલે બિંદી, નાકે નથણી જાણે ચંદ્ર ચમકે બીજનો !

કાને ઝૂમખાં, માથે ઓઢણી, મલક મલકાતો ચહેરો !

મન ઝરૂખે મીંટ માંડી ગોરી રસ્તો જુએ વ્હાલાં પિયુનો !


આપ્યાં'તા વચન પિયુએ પ્રેમથી, મીઠાં મધુરાં મિલનનાં !

આવીશ હું, રાહ જોજે વ્હાલી, પાડીશ પગલાં પરોઢનાં !

આકળ વિકળ થઈ ગોરીની નજરું પથરાય ઊભી વાટે !

વેઠયો ઉજાગરો રાતભરનો, મદ ભરીલી આંખો મટકે !


સપનાં રીંસાઈ દૂર જઈ બેઠા, તરસે તૃષાતુર આંખો !

થયું ભડભાંખળું, ફાટી પ્હો, નથી અણસાર સાજનનો,

હજુયે કેમ ના આવ્યો સાજન ઝંખવાય ચહેરો ગોરીનો !

ત્યાંજ ફટ દઈ છૂપાં પગલે દાબી દીધી ગોરીની આંખો !


ઝરૂખામાં જ ઝળુંબી ઉઠ્યું પ્રિતનું આભ પહેરીને યુગલ,

રૂડાં સાજન ને સજનીનાં કેવાં ઝૂમી ઊઠ્યાં તન મન !

ઝળહળ ઝરૂખો, મદમસ્ત યુગલ ને આભે બીજનો ચાંદ,

શરમાય ગોરી, ઝૂલે નથણી, જાગે વ્હાલાંનાં સ્પર્શનું સ્પંદન !


Rate this content
Log in

Similar gujarati poem from Romance