STORYMIRROR

prafulla shah

Drama

3  

prafulla shah

Drama

કદર

કદર

1 min
171

માણસ એ માણસ નથી જે કદર કરી ના જાણે,

ફૂલ એ ફૂલ નથી જે સુગંધ ફેલાવી ના જાણે,

સોનુ એ સોનુ નથી જેને આવી જાય કાટ,

સાધુ એ સાધુ નથી જેને ના હોય સાધુતાનું જ્ઞાન,


કદરદાન હોય એ કદર કરી જાણે,

દુઃખ છૂપાવી સાથ નિભાવી જાણે,

જીવનને વરદાન માની જીવી જાણે,

અવગણનાને ગણનામાં ફેરવી જાણે,


છે ઋણાનુબંધનાં સંબંધો જિંદગીમાં,

આજે મળ્યાં કાલે કદાચ છૂટી જશે !

નથી શાશ્વત કશુંય આ જિંદગીમાં !

મળી છે જિંદગી તો કદર કરી જાણો,


ઈચ્છીએ સન્માન તો માન આપવું જોઈએ,

ગુલાબ સંગ કાંટાનેય સ્થાપવું જોઈએ,

કમળ હંમેશા કાદવમાં જ ખીલે છે !

કાદવની પણ ખૂબ કદર થવી જોઈએ !


કરો કદર તમને ચાહનાર ચાહકોની,

કરો કદર મળ્યાં એ સલૂણા સંબંધોની,

આભે અડે છતાં પગ ધરા પર જે રાખે,

ને નમે છે જે એ પ્રભુને ય બહુ ગમે છે !


કદર ના હોય ત્યાં શા માટે થોભવું ?

મહેણાં ટોણા એવાનાં શા માટે સહેવા ?

ઘૂંટડા ઝેરના જીવનમાં શા માટે પીવા ?

જાતે જ સ્વમાનને એમ શાને કચડવું ?


કરી શકો કદર જો સારાં ખોટા સમયની !

સમય પણ કરશે કદર તમારી સમજની !

મહાન છે સમય એની મહાનતા જાણો !

એનાં મિજાજની નિરંતર કદર કરી જાણો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama