Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prafulla shah

Tragedy

3  

prafulla shah

Tragedy

ચુંબકીય

ચુંબકીય

1 min
173


ખેંચાણ જબરું મને છે તમારું !

એવું તે શું તમારામાં ભર્યું છે ?

ટાંકયાં છે મોર કે જડ્યાં છે હીરા

ઈશ્વરનું નવલું નજરાણું મળ્યું છે !


હું ઉત્તર, તું દક્ષિણ, હું સ્ત્રી, તું પુરુષ !

વિરોધી વાતો કેવી ઠાંસીને ભરી છે !

છતાંય કોઈ ચુંબકીય ખેંચાણ અનેરું,

અમારી ગતિ તમારાં તરફી જ રહી છે !


ઈશ્વરનાં બે કેવાં વિજાતીય અવતાર,

સ્ત્રી ને પુરુષની સુંદર જોડી છે !

પ્રકૃતિનું છે આ અતિ ઉત્તમ વરદાન,

નર -માદા વચ્ચે ચુંબકીય દોરી છે !


લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ચુંબકમાં,

પુરુષને આકર્ષવાનો ગુણ દરેક સ્ત્રીમાં,

સ્ત્રી પણ નમે પુરુષનાં પુરુષાતનમાં,

સંસારરથનાં બે પૈડાં છે નર ને નાર !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy