STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Inspirational

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Inspirational

કવિતાની કવિતા

કવિતાની કવિતા

1 min
26K


ભીતરના જજબાતોની એક ભારે જીદ્દ હોય છે કવિતા,

ક્યાંક પીગળતી લાગણીઓની ઇર્દ ગિર્દ હોય છે કવિતા.


અલ્ફાઝોના મયખાનામાં છલકીને ઢોળાઇ જાય જુનુંન,

ભરી બઝ્મમાં સૌની તલબ બુઝાવતી રીંદ હોય છે કવિતા.


ભુલાયું ભાન સ્વયમનું જો એક ક્ષણ સમયશૂન્યતામાં,

તો માત્ર એક ખાલીપાનું નિરવ સંગીત હોય છે કવિતા.


એક સૂફી જાગરણનો વિસ્ફોટ અને વિસ્ફારિત નેત્રો,

પછી તો જે લખો તે આત્માનું ઉપનિષદ હોય છે કવિતા.


સૂર્યકિરણમાં થઈ જાય આત્મસાત જો આ બુંદો તો સમજો,

ઝાકળ બનીને ક્યાંક વિલીન થતી હોય છે કવિતા.


ચેતનાના સમંદરમાં ઉઠે ભાવ તરંગોનું તોફાન જ્યારે;

મુજ મહી આળસ મરડીને આકાર લેતી હોય છે કવિતા.


"પરમ" ઈશ્કના "પાગલ"પનની પરમ પરાકાષ્ઠામાં તો,

ખુદા માટે અલ્ફાઝોમાં એક હદ્દ એ શિર્ક હોય છે કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics