STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational

4  

Shaurya Parmar

Classics Inspirational

માણસ છું

માણસ છું

1 min
27.7K


મને રોકવાનો પ્રયત્ન ના કર, 

હું નિરંતર ચાલનારો માણસ છું, 

મને ટોકવાનો પ્રયત્ન ના કર, 

હું નવી કેડી કંડારનારો માણસ છું. 

થોડી કિતાબો ભણી જોઈ છે, 

તડકી છાંયડી ઘણી જોઈ છે, 

મને ડરાવવાનો પ્રયત્ન ના કર, 

ભયને ચકિત કરનારો માણસ છું. 

નિરાશાઓમાં આશા પ્રકટાવી છે, 

મુસીબતોને આ હાથે અટકાવી છે, 

તું મને હરાવવાનો પ્રયત્ન ના કર, 

હું હારીને જીતેલો માણસ છું.

પડ્યા પછી બેઠુ થવું, રીત છે, 

અસફળતા પછી જ, જીત છે, 

તું મને રડાવાનો પ્રયત્ન ના કર, 

હું આંસુઓમાં ખીલેલો માણસ છું. 

જીવવુ એટલે આનંદથી બસ, 

મરવુ એટલે પરમાનંદથી બસ, 

તું મને હાંફવવાનો પ્રયત્ન ના કર, 

હું નિરંતર ચાલનારો માણસ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics