STORYMIRROR

Sang Savariya

Inspirational Classics

5.0  

Sang Savariya

Inspirational Classics

તારૂં વિચાર

તારૂં વિચાર

1 min
27.5K


તારી વિના આ પૃથ્વી પર મારૂ આવવું

કદાચ સંભવ જ ન હતું

તેમ છતાં

શાળાએ ભણવા બેસાડ્યો ત્યારે

મારા નામ પાછળ તારૂં નામ ન આવ્યું!

મેં માન્યું તે જ ના કહી હશે!!

પણ ના

પછી તો ભણાવી ગણાવી તે મને

મોટો કર્યો...

તેથી આગળ નોકરી મળે ત્યા સુધી

રાતરાત જાગી ઉજાગરા વેઠતી રહી.

ઉંંમરલાયક થતાં સુંદર સ્ત્રીની શોધ આદરી

ખુબ સુંદર સુશીલ સ્ત્રી સાથે મને પરણાવ્યો

તને હતું સારી વહું આવે તો મારા દિકરાને સાચવે

પણ

તે તારા દેહ સામે ન જોયું

દિવસે દિવસે ખવાતો જતો

ખેંચાતો જતો વીંખાતો જતો

રીબાતો ને કણસતો તારો જીવ

મારાથી નથી જોવાતો..!

તારી જીવનભરની મહેનત છતાં કોઈ

અપેક્ષા વિના સમર્પિત તારો ભાવ

અસહ્ય પીડા વચ્ચે પણ

પ્રસન્ન નજરે પડે છે.

તારી આ જ વાત મને નથી ગમતી

પણ શું થાય તને ગમ્યું તે સાચું

મારૂં બાળપણથી લઇ અત્યાર સુધી

તમામ બાબતે તું સદા દુઃખ સહન કરતી

હે મા તું કયારેક તારૂં તો વિચાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational