હરિ મળે નહિ.
હરિ મળે નહિ.
મોક્ષ વિશે લખવું એટલે હવાના
ચોસલા પાડવા જેટલું મુશ્કિલ કામ
કાગળ પર દોરેલા દીવા
અંધારે ઉજાસ આપે નહિ
જ્યાં સુધી મદ મોહ લોભ અહંકાર,
હૈયે વસે ત્યાં સુધી મોક્ષ મળે નહિ
કિનારેથી છૂટે નહિ લંગર તો હોડી તરે નહિ
છૂટે નહિ મોહ-માયાનો ભ્રમ તો ઈશ્વર મળે નહિ
પીળા પણ ખરે નહિ ત્યાં સુધી કૂંપળ ફૂટે નહિ
ઈચ્છા ઓ ઝંખના ઓ હૈયા થી છૂટે નહિ,
તો હરિ મળે નહિ
લખેલ પાટીમાં ફરી લખાય નહિ
હૈયે હોય અહંકાર તો હરિ વસે નહિ
વર્ષાનું બુંદ મળી જાય
ધૂળમાં તો,
સાગર મળે નહિ
દેહના શણગાર તો ત્યજવા રહ્યા
આત્માના શણગાર વગર હરિ મળે નહિ
તન ધોયા પણ મન મેલા રહ્યા
ઉજળા કપડાં માં આ આતમ મેલા રહ્યા
હોય ઊજળી કાયા પણ મનમાં હોય માયા
તો હરિ મળે નહિ
દેહના પિંજરમાં કૈદ છે આ આતમ
પણ માનીએ નહીં ઈશ્વર ના વચન તો હરિ મળે નહિ
આ ઘાણીના બળદ જેવું બન્યું જીવન
આખે બાંધ્યા પાટા મોહ તણા
સત્ય દેખાય નહિ
ખુલે પાટા તો સત્યની સમજ મળે
આ સત્યની સમજ વગર હરિ મળે નહિ