STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Children

જાદુઈ સવાર

જાદુઈ સવાર

1 min
418

આવી શિયાળાની સવાર

ને યાદોનું ધુમ્મસ લાવી

એ બચપણની યાદોની

હૂંફ લઈ ને આવી


યાદોનું સરોવર છલકાયું

ને ભીની બની હદયની જમીન

ફુંટી નીકળી સોનેરી યાદોની કૂંપળ


સવારે વહેલા ઊઠવાનું

આ રીંગણાં ગાજર ની

મુલાકાત લેવાની

વાડીના વૃક્ષો તો જાણે

ઠંડીમાં ઠુંઠવાઈ ગયા


પક્ષીઓ તો માળામાં ભરાઈ ગયા

મેથીની ભાજી ખેચી ને ઝૂડીઓ બનાવવાની

આ કોથમીરને પણ સાથમાં રાખવાની

કડકડતી ઠંડીમાં આ બધું ધોવાનું


પછી તાપણા કરી ઠંડી ઉડાવવાની

ભાઈ બહેનો સાથે મજાક મસ્તી કરવાની

કેવી સુંદર શિયાળાની સોનેરી સવાર હતી


મારા ખેતરમાં કેવી લહેરાતી

લીલી શાકભાજી ની વાત હતી

કુદરતના અદભુત સૌંદર્ય સાથે

સોનેરી મુલાકાત હતી


કેવી સુંદર શિયાળાની સવારની એ વાત હતી

બચપણની હતાશા ને ઉદાસીને ભગાવતી

એ જાદુઈ સવાર હતી


જાણે કોઈ સુંદર નગરીમાં

પ્રવેશ્યાનો અહેસાસ હતો

કેવો સુંદર ને હરિયાળો મારો બાગ હતો

શિયાળાની સુંદર સવારનો પણ એમાં ભાગ હતો


Rate this content
Log in

Similar gujarati poem from Classics