STORYMIRROR

Deviben Vyas

Classics

4  

Deviben Vyas

Classics

ઊગે કવિતા

ઊગે કવિતા

1 min
246

નરમ જે દિલ તણી, એ ભોંયથી ફૂટે કવિતા,

અજબ જે વેદનાના, થોર પર ઊગે કવિતા.


અલખ ઊંડાણમાં સંતાય બેસેલી અમાનત,

કલમથી વાર દેતી, જોજને પહોંચે કવિતા.


ઉંચાઈ આંબતી આકાશની શબ્દો સજાવી,

નયનથી કાનમાં કહેતી,હવા પણ શોધે કવિતા.


શબદ હર શ્વાસની માળા પરોવે યાદ સેવી,

અદ્રષ્ટા જાતથી થઈને, કથા ઘૂંટે કવિતા.


અલખ આરાધના, સ્હેજે બને સંયોગ ગૂંથી,

શુચિ એ સાધના થઇને, હ્રદય સ્થાપે કવિતા.


શબદ હર બ્રહ્મનો નાતો ધરાવે વિશ્વભરમાં,

પ્રખર સંબંધથી ઝૂમી, નયન સીંચે કવિતા.


કવિતા દિલથી નીકળતું અમર ઝરણું જગતનું,

કરે જે સૃષ્ટિના શણગાર ને જોડે કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics