STORYMIRROR

Deepak Trivedi

Classics

3  

Deepak Trivedi

Classics

ચંદનતલાવડીમાં .

ચંદનતલાવડીમાં .

1 min
13.7K




ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર --

-- કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું ...

-- કે ઝલમલ કંકણનું ઝૂમખડું ..


રેશમની દોરીના છેડે બાંધ્યો ઝરમર ભાર,

-- કે ઝમરખ કંકણનું ઝૂમખડું ..

-- ઝળહળ કંકણનું ઝૂમખડું ..


તડકો બંધો પરોઢમાં રે .. પરોઢિયાને માનસરોવર પાળ,

-- કે છલકે રાખે છલછલ પાળ

ઘરચોળાંની ભાત્યું બાંધો ... ભાતે બાંધો રૂડીરૂપાળી રાત

-- કે ફરકે શમણાંઓ પાતાળ

કેસુડાંનો ઢાળ ઢોલિયો, લાવો ચંદનહાર--

-- કે સળવળ કંકણનું ઝૂમખડું ..

-- કે પલપલ કંકણનું ઝૂમખડું ..


ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર --

-- કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું ...

-- કે ઝલમલ કંકણનું ઝૂમખડું ...


ટહૂકો ઉછળે અંદરથી રે ઘૂઘવે સાત સમંદર વ્હાલા

-- આકુળવ્યાકુળ શુક્નગીત

ચોમાસું રેડાતું મબલક, આંખે વાગે તીરકામઠા - ભલા

-- ભીનીભીની ઘરની ભીંત

ટહૂકો પાંપણમાં ઝીલાવા ચઢી જાવ મોભાર -

-- કે મઘમઘ કંકણનું ઝૂમખડું ..

-- મબલખ કંકણનું ઝૂમખડું ..

ચંદન તલાવડીમાં અઢળક શ્રાવણ મુશળધાર --

-- કે રૂમઝૂમ કંકણનું ઝૂમખડું ...

-- કે ઝલમલ કંકણનું ઝૂમખડું ..


Rate this content
Log in

Similar gujarati poem from Classics