Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Trivedi

Comedy Others

3  

Deepak Trivedi

Comedy Others

બગાસા ચતુષ્ટય

બગાસા ચતુષ્ટય

1 min
5.4K


ગધનો બગાસાનો ભારે શોખીન,

એક પછી એક ખાય એવા બગાસા

કે અલકાપુરીમાં જઈ દોડે.


પહેલા બગાસે હેમ-હિંડોળા આવ્યા,

મુઠી એક ચોખા લઈ એને વધાવ્યા ..

ગધનો બગાસામાં ભારે તલ્લીન,

એક પછી એક ખાય એવા પતાસા

(કે) સમખાવા મુખ ન મરોડે !


બીજા બગાસે તો મેનકા પલાણી,

થઇ જવું ઈચ્છાનું લાલઘુમ રાણી

ગધનો બગાસાનો ભારે આધિન,

એક પછી એક ખાય એવા દિલાસા

(કે) પરપોટા જેવું યે ફોડે !


ત્રીજા બગાસે તો વાણી વછૂટી,

કારુણ્યમૂર્તિની વીજળી ઝબૂકી !

ગધનો બગાસામાં ભારે ગમગીન,

એક પછી એક ખાય જીવતરના જાસા

તોય જીવતરને ઝાલે ન છોડે.


ચોથા બગાસે બધુ મૂકી દેવાશે,

અમૃત બસ અમૃત બસ અમૃત થઇ જાશે !

ગધનો બગાસામાં ભારે લયલીન,

એક પછી એક ખાય ઊંડાં નિસાસા

(કે) ઈચ્છાનાં ગુંબજને તોડે .


ગધનો બગાસમાં થઇ જાશે લીન,

કોઈ પછી કોઈ રહે એવું બગાસું કે ગધનાની રહેશે ના જોડ


Rate this content
Log in

Similar gujarati poem from Comedy