Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepak Trivedi

Others Romance

3  

Deepak Trivedi

Others Romance

એક છોકરી

એક છોકરી

1 min
12.1K


એ …..ય ….છોકરી –

આંખ્યુનાં ઉલાળે હીંચકા ખાય

ઝૂલ્ફોના ઉછાળે હીબકાં ખાય

એ ….ય ….છોકરી


હેઈસો … હેઈસો … નાદ વચ્ચાળે ફુલગુલાબી

હેઈસો …હેઈસો …સાંજકટાણે ફુલગુલાબી

એ …ય …છોકરી


નાવ ડૂબે છે, પગ ધ્રુજે છે, લે હલ્લેસું !

અંદરખાને, કાંઈ સુઝે છે, લે હલ્લેસું !

એ …ય …છોકરી


હળવેથી હાલ, વ્હાલ ઢોળાતું જાય, તારા ઝાંઝરે

હળવે પંપાળ, કેશ હળવેથી ઢાળ, તારા પાદરે

એ …ય …છોકરી


જરા પાંપણ પટકાવ, એક સુંદરવન થાવ ઓ પરિન્દા !

અહીં નાખો પડાવ, ગીત ગુલાબી ગાવ ઓ પરિન્દા !

એ …ય …છોકરી


કોઈ સપના વીંટાળો ડાળ ઝૂલમ્ – ઝૂલે

કોઈ બાંધોને માળો ડાળ ઝૂલમ્ – ઝૂલે

એવો આવ્યો ઉનાળો


ડાળ ઝૂલમ્ – ઝૂલે કોઈ કૂવાને ગાળો

ડાળ ઝૂલમ્ – ઝૂલે

એ …ય …છોકરી


ઉખાણું મેલ તારા વીંટી વલયમાં

શૂન્યને ધકેલ તારાવીંટી વલયમાં

એ …ય …છોકરી


વલય એટલે લયનો ચાળો

વલય એટલે એક ઉછાળો

વલય એટલે બમ્-બમ્ ભોલે

વલય એટલે જીવતર ઝોલે


વલય એટલે પડઘા-પાતર

વલય એટલે કાનો – માતર

વલય એટલે વલય – વલય

વલય એટલે પ્રલય – પ્રલય

એ …ય …છોકરી


પ્રલય – પરિન્દા તું પ્રલયરૂપ અવતાર

નાદબ્રહ્મમાં તું અહો રૂપ આધાર

એ …ય …છોકરી


નાદબ્રહ્મ નાભિનો જળમાં

શિવ-સરીખો શબ્દ કમળમાં

શબ્દ ઝીલવો અનરાધારે

શબ્દ ઝીલવો હારે – હારે !


શબ્દપિંડની એક છોકરી

શબ્દપિંડની એક છોકરી

એક છોકરી

એ …ય …છોકરી –

હે ! છોકરી


Rate this content
Log in