STORYMIRROR

Deepak Trivedi

Classics Drama

3  

Deepak Trivedi

Classics Drama

આત્મવિલોપન ——

આત્મવિલોપન ——

1 min
10.7K



તમે દીવાને નાખો છો વીંજણો!

રહો કાચમાં-ને- વીંજો છો ગોફ્ણો!!


ગુલાબી અફવાને હાથમાં લઇ….

કચડો છો ખુશ્બૂને બાથમાં લઇ….


તમે વીંધો તે મનખો તો આપણો!

તમે દીવાને નાખો છો વીંજણો!!


એક પીડાના ઉજરડાં એવા પડ્યા…

ડગલા માંડ્યા તો મારગમાં નડ્યા…


પાળ્યો ઈચ્છાનો અજગર અળખામણો!

તમે દીવાને નાખો છો વીંજણો!!


થાક ઉતારી કૂવાનાં કાંઠે બેઠાં…

બધા આયુધો ઉતારી મુક્યા હેઠાં…


તમે આપ્યો છે ચાંદો લોભામણો!

તમે દીવાને નાખો છો વીંજણો!!


Rate this content
Log in

Similar gujarati poem from Classics