Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepak Trivedi

Inspirational Tragedy

3  

Deepak Trivedi

Inspirational Tragedy

દર્દ મળે તો ઘૂંટો

દર્દ મળે તો ઘૂંટો

1 min
5.3K


દર્દ મળે તો ઘૂંટો

— જીવનમાં એવું ઘૂંટો….

— જીવન આખું બની જાય ચંદનવન……


લાગ મળે તો લૂંટો …..

– સાંજ મજાની લૂંટો …….

— કે સઘળા શ્વાસો થઇ જાશે વૃંદાવન……..


અચરજના હીંડોળે ઝૂલી ઝટપટ દોડી જાય

શું છે એવું જીવનમાં કે જીવવાનું મન થાય?


વાદળ માફક તૂટો …..

– અનરાધારે તૂટો

— કે ધરતીના કણકણમાં થાતું ગુંજન ……..


દર્દ મળે તો ઘૂંટો …..

– જીવનમાં એવું ઘૂંટો ……

– કે જીવન આખું બની જાય ચંદનવન ……..


દરિયા વચ્ચે પડતું મેલી શું પામો છો એમાં?

ટહૂકાની ભાષાના અક્ષર આડાઅવળાં જેમાં!


ફૂલ બગીચે ચૂંટો ……

– મોજ પડે તો ચૂંટો …….

— કે પાંખોમાં ઓગાળી નાખો તનમન……


દર્દ મળે તો ઘૂંટો ……

– જીવનમાં એવું ઘૂંટો ………

– કે જીવન આખું બની જાય ચંદનવન…….


Rate this content
Log in