STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
415


પુરુષની અધૂરપને પૂરી કરે છે પ્રકૃતિ,

જોમ અને જુસ્સો કેવો ભરે છે પ્રકૃતિ,


ઘરની લક્ષ્મી થઈને ગૃહને શોભાવતી,

કેટકેટલું સમર્પણ એ સ્વીકારે છે પ્રકૃતિ,


પ્રક્ષેપ બનીને પતિનો અનુસરનારી જે,

કુટુંબ કાજે ત્યાગને આવકારે છે પ્રકૃતિ,


સન્માન આપવું ઘટે ત્યાગની પ્રતિમાને,

જીવન સંધ્યામાં રંગોને ભરે છે પ્રકૃતિ,


બનીને હમસફર સાથ નિભાવતી સ્ત્રી,

પ્રેમના બદલામાં કેટલું એ ધરે છે પ્રકૃતિ,


આદર માનસન્માન કરતાં દેવતા રાજી,

કામના બોજથી ક્યાં કદી ડરે છે પ્રકૃતિ,


અડધું અંગ બનીને સુખદુઃખના સંગાથી,

પતિ પરમેશ્વર માનીને એ ઠરે છે પ્રકૃતિ.


Rate this content
Log in