STORYMIRROR

Purohit Divya

Inspirational

4  

Purohit Divya

Inspirational

રાહ જોતો માનવી

રાહ જોતો માનવી

1 min
23.5K

પ્રહર છે સંધ્યા સમોને કોઈ દિલ જેવું ઝાડવું,

એક માણસ છે ઉભો જાણે શું એને જાણવું ?


આસમાની રંગના ઘેરાય આખું આસમાન ને,

કેસરી શણગાર પહેરે છે ધરા એ માનવું.


પાંદડા ખર્યા કરે આવે જો પવન જો સામટો,

રાહ જુવે કોઈની આ માનવી એ ધારવું.


ઓથાર મળશે ઝાડવાનો ને એ સતત ટક્યો રહે,

માણસ તણું દુઃખ હવે આ ઝાડને પરમાણવું.


કોઈ ઓછાયો અને પડછાયા જેવું ચિત્ર છે,

કુદરત સમુ અમૂલ્ય સોનું હોઈ એવું માનવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational