STORYMIRROR

Purohit Divya

Inspirational Others

3  

Purohit Divya

Inspirational Others

નિરાંત

નિરાંત

1 min
12.2K

આજ ખુલ્લા મન હૃદયથી આંબવું આકાશને,

ને બધા કરવા હવે જો મોકળા આ શ્વાસને.


હાથ ઊંચા થઈ અને આનંદ ને છે અવતરે,

આજ જગ જાહેર કરવો ખુદ તણા વિશ્વાસને.


સાંજની ઢળતી છે વેળાને સૂરજ આથમી રહ્યો,

પણ અહીં ઊગવા દીધી છે આસના આવાસને.


ઘોર અંધારે સૂરજનું તેજ લાગે સામટું,

ને વળી ઉજમ ચડ્યું છે સામટા આકાશને.


જીવને શાતાવાળીને આનંદ આવ્યો સામટો,

ને હરખ હેલાય છે અંતર સુધી ઉલ્લાસ ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational