ટેલિફોનથી મોબાઈલ તરફ
ટેલિફોનથી મોબાઈલ તરફ

1 min

23.3K
આ ટેલિફોનનું મોબાઈલમાં બદલી જવાનું જો,
પછી થઈ જાય છે જે ના કહી નથી થવાનું જો.
કદી કર્ણો મહી અક્ષર ફક્ત સંભળાય છે સાચા,
હવે દેખાય છે ચેહરા બધું છે પામવાનું જો.
સમય બદલે સમય સાથે કરી હરકત અજાણી ને,
જમાનાની અસર થઈને વધ્યું છે કામવાનું જો.
બધી યાદો જૂની થઈને નવા શમણાંઓ જગ્યા છે,
એ ભુતકાળની ઘડીમાં વર્તમાનને ઢાંળવાનું જો.
હવે થશે અલૌકિક યાદ પણ નવતર સ્વરૂપ પામી,
એ જૂના ખોરડે નવલી પળોને માળવાનું જો.