પાણીના વમળ
પાણીના વમળ
1 min
11.5K
જળ મહી બુંદો સમુ ચિત્ર અહીં દેખાય છે,
ને વલય આકારના વમળો અહીં વર્તાય છે.
પથ્થરો ફેક્યો હશે કોઈએ એવું લાગતું,
ને ખાડો પડ્યો પાણી મહી એવું અહીં ચર્ચાય છે.
અવનવી રેખા તણા ચિત્રો અહીં ભાસી રહ્યાં,
જળ સપાટી પર અનેકે દ્રશ્ય ઊભા થાય છે.
મોહમાં મોહી ગયેલા માછલાં બેઠા હશે,
કાંકરી વાગીને જાણે આંખ એ અંજાય છે.
બુંદમાં તાકાત કેવી હોય છે જાણો અહીં,
એક બંદ પડતાંની સાથે જળ વળી વીંધાય છે.