સમય
સમય
કૈક ગુલાબી અહી રેતી સમુ દેખાય છે,
ને સમયનું માપ જાણે ચાલતું એ જાય છે.
કાચમાં આખુંય જીવન કેદ બન્યું જોઈને,
આ પળોની કામના પણ બંધ જો દેખાય છે.
આ બધી લીલા સમયની કોઈ શું જાણે વળી,
સાવ છૂટ્ટા થઈ અને પીડા બધી બંધાય છે.
અલ્પ થઈ જાશે જ જીવન જો અહી પળવારમાં,
આટલું કહેતા જ જીવનની ઘડી સમજાય છે.
વ્યર્થ માયા મોહ ને નાહક બધું આ હોય છે,
શ્વાસની કિંમત બધી તો અંતમાં અંકાય છે.
