પુસ્તકો
પુસ્તકો
રોજ સાચા પુસ્તકોનો સાથ અહીં રાખવો,
એ ખજાનો ને ઘણી મૂડીનો સ્વાદ ચાખવો.
આ દીવાલો પર રંગોળી પૂરી હો જાણે વળી,
સત્યની સમજણ વિશેનો વરતારો ભાખવો.
જ્ઞાનનો ભંડાર ને સાચી દિશા કેવી મળે,
શબ્દ પાસેથી નજારો શાંત્વના નો માંગવો.
લાલ - પીળા કેસરી આ પુસ્તકો સોના સમાં,
નીરસ સમો આ આંયખોએ એ રંગથી જ ઢાંકવો.
મૂડી અને વૈભવ બધો આ પુસ્તકોમાંથી મળે,
લઈ પરિક્ષા જિંદગીની વિશ્વાસને પણ માપવો.