હળવાશ ૩૪
હળવાશ ૩૪

1 min

24.1K
છે માનવી તો ભીતરે અજવાશને પ્રગટાવ તું
આ ક્ષણભુંગર કાય છે ખુદ જાતને સમજાવ તું
તું કેમ રે બંધાય માયા મોહ ના આ બંધને,
દિલમાં પ્રભુનો વાસ છે, વિશ્વાસને જન્માવ તું
ભોળા હૃદયના માનવીને છેતરી જીવે ભલા,
નિર્દય બની નિર્દોષને કાં ભ્રમમાં ભરમાવ તું
ખેલી પ્રપંચો દૌલતો ભેગી બહું કીધી હવે,
તારા હૃદયમાં સરળતાથી ભજનને પ્રસરાવ તું
તું એકલો આવ્યો અહીંને એકલો પાછો જશે,
મિથ્યા જગત ને બ્રહ્મ સત હંમેશને અપનાવ તું
કર્યા ભલે દુષ્કર્મ જીવનમાં ઘણા અજ્ઞાનમાં,
સારા કરમથી દીપમાલા જ્યોતને સળગાવ તું
ભારણ પ્રતીક ફરી હટાવી ધાર તું હળવાશને
આ દ્વેષને આરામ આ જનમેં જરી ફરમાવ તું