શૈશવ
શૈશવ
શૈશવનું આજ સ્મરણ બહુ મને સાંભરે
બાળપણ વિતેલુ કેવું મજાનું મને સાંભરે
ગોરજથી ભરેલ ગામડાની ગોંદરો ખૂંદતા,
રમતા ભેરૂડાઓ હારે એ ખેલ મને સાંભરે
નિહાળે જતા રસ્તામાં વાડીઓની કેડીએ,
ખટમીઠા વિણેલા ચણીયા બોર મને સાંભરે
વરસાદી પાણી ભરેલી તલાવડીમાં ડૂબકીને,
કીચડમાં એ કરેલા છબછબીયા મને સાંભરે
એ પાટીયુંમાં લેશન બતાવીને અધૂરા પછી,
ખણીને ભરેલા ચિટલા માસ્તરે, મને સાંભરે,
આળસ કરતા ત્યારે બાપાના દીધેલા કૂલમાં,
સોટીયુના ચમચમેલા સબકારા મને સાંભરે
આંસુડા આવે ત્યારે મા ના પાલવડે છૂપાઈને,
શેડા લૂછેલા પાછા રોઇરોઇને એ મને સાંભરે
શહેરી આ સ્વાર્થી જગમાં "પ્રતીક" અટવાયો,
સાચૂક્લા એ પ્રેમ કેરા સંભારણા મને સાંભરે.