રજૂઆત
રજૂઆત


ફરીયાદ જો હોય રજૂઆત કર ને,
રહી ના શકે મૌન તો વાત કર ને
ભલે ને બને તું જગતમાં અઘોરી,
અલગ કુળ બનાવી ખરી નાત કર ને
દિઠા તે કદી મંદિરે દેવ બેઠા ?
હૃદયને વલોવીને કબુલાત કર ને
ધરી દુર્ગુણો દેહ ને ખુબ સજાવ્યો,
ભરી માણસાઈ પ્રગટ જાત કર ને
સજીવો અમર ક્યાં રહે છે અહીં તો,
કરુણા ભરેલી દિલે ભાત કર ને
શબદને અમીયલ ગણી વાપરી જો,
સરળ ભાવ લઈ શુભ શરૂઆત કરને
કપટને ભૂલી તું મહાકાલ થાને,
"પ્રતીક" શિવનું થઈ મુલાકાત કર ને.