ના ડર મુસાફર
ના ડર મુસાફર


તારી રાહ છે કંટકસભર ના ડર મુસાફર,
ધીરજ હૈયે અચળ તું ધર ના ડર મુસાફર,
જીવન છે એક કસોટી જે પાર કરવાની,
હૈયે હામ હો કદી અગર ના ડર મુસાફર,
સત્યને હિંમતબળે તું આગળ ધપતો જા ,
વિજય તારો રાખ સબર ના ડર મુસાફર,
હમસફર સાથ ન નિભાવે એવું પણ બને,
આત્મબળ ટકાવ જબ્બર ના ડર મુસાફર,
મંજિલ મળશે જરૂર કર્મયોગી પુરુષાર્થી,
તું તારા નિજબળથી તર ના ડર મુસાફર.