હળવાશ ૩૭
હળવાશ ૩૭


આયખું થાકી હવે માંગે મને હળવાશ દે!
જીવવા જીવન મને બળતી રહે તે આશ દે
મોજ ને આનંદનો દેખાવ કરતા સૌ ફરે,
વાત આતમ સાથ કરવા અલ્પ, પણ અવકાશ દે!
સાવ સૂકું રેત જેવું દિલ થયું છે આજ તો,
આવ વાદળ તું બની વરસી જરા ભીનાશ દે!
કેટલી પીંજણ કરી ને રોજ કચકચ સાચવી,
પોટલી કંકાસની છોડી તું દિલને હાશ દે!
માંગવામાં મેં કદી તુજ પાસ ક્યાં રાખી શરમ?
બસ હવે સંતોષ તું આ બંદગી ને કાશ દે...!