STORYMIRROR

Deepak Trivedi

Others Romance

3  

Deepak Trivedi

Others Romance

રસિયા તારા ચોકમાં

રસિયા તારા ચોકમાં

1 min
21.6K


રસિયા ! તારા ચોકમાં રમવાને રાસ

ઝાંઝર મેં તો પગમાં બાંધ્યા રે લોલ !

રસિયા ! તારા હાંફવાને લગતા ઈ શ્વાસ

ઝબફ દઈ હાથે ઝાલ્યા રે લોલ !


રસિયા ! તારા હેમ હિંડોળે આજ

હીંચકવા હેલે ચડી રે લોલ !

રસિયા ! તારા અંતરભીના સાજ

ઉઘાડી હું દડદડ દડી રે લોલ !


રસિયા ! તારા ઊંચેરા અજવાસ

ધબકતાં સાગર સમા રે લોલ !

રસિયા ! તારા રૂપકડાં આવાસ

રણકતાં ઝાંઝર સમા રે લોલ !


રસિયા ! તારા રંગ ભીના અણસાર

ઝીલીને મેં કમખે ટાંક્યા રે લોલ !

રસિયા ! તારા ઉછીના ધબકાર

પાલવડે બાંધી રાખ્યા રે લોલ !


રસિયા ! તારા ચોક્માં રમવાને રાસ

ઝાંઝર મેં તો પગમાં બાંધ્યા રે લોલ !


Rate this content
Log in