ગિરિધર આવે રે
ગિરિધર આવે રે

1 min

12.2K
તોરણિયા બંધ જાવે ગિરિધર આજ અમારો આવે
મનકો કિતના ભાવે ગિરિધર આજ અમારો આવે
અધકચરી આંખોમાં ઝલમલ ઝલમલ તેજ અચાનક
કોણ તોડતું દ્વાર વચાળે મબલખ મૌન પ્રભાવક
લોચનિયા ખુલ જાયે ગિરિધર આજ અમારો આવે
તોરણિયા બંધ જાવે ગિરિધર આજ અમારો આવે
એના પગલે -પગલે પ્રગટે અજવાળાંનો સૂરજ
જાણે મેહંકી ઉઠે ઓલી સાંજકટાણે ગોરજ
પલપલ મુરલી ગાવે ગિરિધર આજ અમારો આવે
મનકો કિતના ભાવે ગિરિધર આજ અમારો આવે