ગધના પાસે ગધની બેઠી
ગધના પાસે ગધની બેઠી
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા!
ગધનો પણ બેઠો છે એવો શ્રાવણ – ભાદર ઝીલવા!
ગધનો પૂછે ગધનીને આ સાત સમંદર પાર…
હોડી નૈ, હલ્લેસું નૈ, બસ તું અમને ઉતાર…
ગધનો ખોલે પ્રેમગઠરિયાં ગધની માંડે હીલવા!
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા!
ગધનો ઝીંકે આડાઅવળી પ્રેમ-બ્રેમની વાત!
ગધની જાણે બનતી જાતી મેઘધનુષી જાત!
કોઈ દિવસ આજે ગધની માંડી સપના છીલવા…
ગધના પાસે ગધની બેઠી સોળ કળાએ ખીલવા…

