STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

ઘરગથ્થું ઉપચાર

ઘરગથ્થું ઉપચાર

1 min
23.9K

શરીરને રાખવુ હોય તંદુરસ્ત તો મારી માનો વાત,

પશ્ચિમી ને ફાસ્ટફૂડ ખાવાને મારો તમે ભાઈ લાત,


લીલી લીલી જેને લાગે શાકભાજી વ્હાલી વ્હાલી, 

એમના મુખમંડલ ઉપર હંમેશા છલકાય છે લાલી,


જેને ખાવામાં ભાવે છે રોજ બીટ, મૂળોને ગાજર, 

તેના શરીરમાં કાયમ રહે છે ભાઈ તંદુરસ્તી હાજર,


જે રોજ રોજ ખાય છે ગલકા, તૂરિયા અને દૂધી,

તેના શરીરમાં કાયમ માટે રહે છે લોહીની શુદ્ધિ, 


જે દરરોજ ખાય છે ટામેટા, કારેલા,કંકોડા ને કાકડી,

તેનુ શરીર રહે નિરોગીને તેની તબિયત રહે ફાંકડી,


જેના આંગણે હોય તુલસીનો કયારો અને ગાય,

એનાં આંગણામાં કે ઘરમાં કયારેય રોગ ના જાય, 


જે ખાય છે દરરોજ બર્ગર, પાઉં, ચાઈનીઝને પીઝા

તેમને એક દિવસ જરૂર મળે છે હોસ્પિટલના વીઝા,


જે ખાય છે ગમેતેવી રોજ જયાં ત્યાં પાણી પકોડી,

તેની એક દિવસ હાલત જરૂર ભાઈ થાય છે કફોડી,


જે લોકો ખાય છે રોજ ફાસ્ટફૂડ, મેગી અને બર્ગર

તે લોકો જાણી જોઇને બરબાદીને લઈને આવે ઘર,


કનક કહે દોસ્તો આવા ફાસ્ટફૂડના ના ખાશો ઝેર,

આપણાં દેશી ઘરગથ્થુ ઉપચાર સાથે ના કરો વેર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational