STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

વાત છે.

વાત છે.

1 min
432


દુનિયાદારી છોડીને પ્રમાણિકતાથી જીવવાની વાત છે.

સમજદારી કેળવીને નિખાલસતાથી જીવવાની વાત છે.


ઝરણું એકાદ ફૂટી નીકળે સાવ વેરાન વનમાં એ શક્ય છે,

અસત્ય મેલીને સત્યને ડગલે પગલે આચરવાની વાત છે.


જીવી શકાય છે સજ્જન જેવા બનીને આ દુનિયામાં કદી,

લોકનિંદાની વાતમાં આવ્યા વિના રહેવાની વાત છે.


એમ કૈં કાગડા બધે જ કાળા ન પણ હોય વિચારવું રહ્યું, 

માનવતાને પ્રેમ આચરણમાં કદી ભરવાની વાત છે.


"જેવા સાથે તેવા" એ કાંઈ આપણી સંસ્કૃતિ નથી કહેતી,

સામેવાળાના દિલે પ્રાયાશ્ચત રખે પ્રગટાવવાની વાત છે.


નાના છીએ તો શું થયું? નાહિંમત શાને થઈને રહેવાનું? 

કહેવાતા મોટાની માનસિકતા બદલાવવાની વાત છે.


આમ તો સમંદરનેય વખતે સરિતાની ગરજ પડવાની છે જ,

સનાતન સમજીને જૂના વાઘા હવેથી ત્યજવાની વાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational