ધીરજ
ધીરજ
અણીના સમયે આશા રાખવાની કળા ધીરજ,
ધૈર્યના ફળ મીઠા સમજો ઉગશે સુવર્ણ સુરજ.
લાલચ જો રહેશે આજ મેળવવા ઘંઉનો દાણો,
બનતા રહી જશો વરસે અન્ન ભંડારનો રાણો.
હિંમત, સંયમ, ચતુરાઈ, સ્થળ, સમયને જાત,
શૂરવીર થઈ જે ધીરજ ધરે, વિશ્વમાં પ્રખ્યાત.
સહિષ્ણુતા મંત્ર મોટો સુખ શાંતિનો આશાવાદ,
તિતિક્ષા સહનશીલતા રહે ફળદાયી નિર્વિવાદ.
વિલંબ હોય કે મુશ્કેલી, ચાલુ રાખવો પ્રયત્ન,
રજની નીપજે રજમાંથી તપ કર્યે સહસ્ત્ર યત્ન.
ધરપત રાખ્યે ધન પાકે ને સબૂર રાખ્યે સોનુ,
ખામોશી કમાઈ આપે ક્ષણમાં ક્યારેક વરસોનું.
અણીના સમયે આશા રાખવાની કળા ધીરજ
આશા અમર ક્યાંથી રહે રાખ્યે પારકી ગરજ.