વલોપાત
વલોપાત


અનુભવ છે મારો, ફરિયાદ તો દૂર કરી જશે પોતાનાને,
આભાર માનો એમનો કે, પોતાના લાગી શકે એટલા નજીક તો છો.
મિલન એવું રાખો, કે હકીકતમાં નથી મળી શકતી ધરતી ગગનને,
તો પણ ક્ષિતિજ જોઈને આનંદ તો લઈ જ શકો છો.
અગાધ ઊંડાણ પછી પણ, નથી મળી શકતો દરિયો એના કિનારાને,
તો પછી નિપુર્ણ, નાહકનો વલોપાત તમે શાને કરો છો?
પતંગિયું પ્રયત્નથી પકડાશે નહી, તમે પણ જાણો જ છો,
આવી ને હાથ પર તમારા બેસે, બસ જો તમે સમય અને ભરોસો આપો છો.