સરદાર
સરદાર


વાત એની અડગ ને વળી સમજદાર હોય છે,
માટે જ એ ગુજરાતી ખમીર સરદાર હોય છે.
વિધિ એ સોંપેલું કામ નીડર થઈ કરતો રહ્યો,
એણે નિભાવવાનુંજ ખરેખર કિરદાર હોય છે.
મુશ્કેલી આવી સહી જીવનભર એણે લોહ બની,
એટલેજ તો વાત એની બહું જોમદાર હોય છે.
હકો મળ્યા ખેડુને સઘળા એની સરદારી થકી,
યશમાં તો ક્યારેય પણ ના એ ભાગીદાર હોય છે.
કર્યા છે ભારતમાં બધાને વિલિન સરળતાથી,
વાત લોહપુરુષની એવી તો ધારદાર હોય છે.
જીત્યા હદય એણે ગાંધી-નેહરુ ને ભારતીયોના,
હારીને જીતે એવો અડગ એ વગદાર હોય છે.
સ્મરણ થકી ભાવાંજલિ અર્પે કમશા વારંવાર,
અવતરણ એવા શ્રી વલ્લભનું એ શાનદાર હોય.