તારા વગર
તારા વગર
તો કહે ફાવશું કેમ તારા વગર,
આજ ને માણશું કેમ તારા વગર.
યાદ આવે જે શબ્દો કહ્યાં તેં મને,
ભાવને વાંચશું કેમ તારા વગર.
કાચ જેવા અણીદાર કવનો બધાં,
આ ગઝલ ગાળશું કેમ તારા વગર.
જો બધા તો ફરે મોજથી લોકમાં,
જીવતર તારશું કેમ તારા વગર.
સુખની શોધમાં એ બધે છો ફરે,
દુઃખને રાખશું કેમ તારા વગર.
જિંદગી ઘાવ પર ઘા સખત તો કરે,
ખુદને તો તારશું કેમ તારા વગર.