માં
માં
ચાલ્યોના ક્યારેય પગલું તારી હા વિના,
અટક્યો નહીં ક્યારેય તારી ના વિના.
તુજ આશિષથી બહુ પ્રકાશિત થયો,
શું કરું આ પ્રકાશને તારી આભા વિના.
પોષ્યો, તોષ્યો ને પંપાળ્યો મુજને સદા,
અધુરો છું જગમાં એક મા તારા વિના.
ઊભો કર્યો ઠોકરે મુજને તે સંભાળ્યો,
નભાવી લીધો આજન્મ તે ચિંતા વિના.
તને ઉપમા શું કરું ઓ દિવ્યજ્યોતિ,
મારો કંસાર રહ્યો મોળો એક માં વિના.
મા એક શબ્દ મા કમશાનું વિશ્વ આખું,
વિશ્વકોશ અધૂરા શબ્દ એક મા વિના.