Heena Shah

Inspirational

4  

Heena Shah

Inspirational

હળવાશ ૪૦

હળવાશ ૪૦

1 min
23.8K


આંખોથી ટપક્યું દર્દ તો, હૈયે ઘણી હળવાશ છે,

ઘૂસી ગએલી ફાંસને, કાઢ્યા પછીની હાશ છે.


ભાડાનું સમજી દિલને તેં, ખાલી કર્યું, સારું કર્યું,

મારા જ ઘરમાં જો મને, લાગે હવે અવકાશ છે.


જીવાશે નહીં તારા વગર, એ માન્યતા મારી હતી,

આરામથી આજે ય પણ, ચાલી રહ્યાં આ શ્વાસ છે.


બહેલાવવા દિલ લઇ ગયો, ને મન ભરાતા દઇ ગયો,

ભગવાનનો ઉપકાર કે, દિલ મારું મારી પાસ છે.


બે મોહરા તારાં હતાં, એ જાણ જલ્દી થઇ મને,

ભૂલી સવારે હું પડી, રાતે જુઓ અજવાશ છે.


મારી વફા, લાગી જફા, સમજી શક્યો ના તું મને,

આ પ્રેમનાં નામે હવે, મારે તો બસ ઉપવાસ છે.


જાહોજલાલી મારી તું, જોઈ શકે તો જોઈ લે,

ધરતી મળી નીચે અને, ખુલ્લું ઉપર આકાશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational