કાયમી તો હાથ મારો
કાયમી તો હાથ મારો
1 min
7.5K
કાયમી તો હાથ મારો હાથમાં હું સોંપતી
તોય શાને લાગણીઓ ના સમજમાં આવતી
ના હિસાબો માંડ, ના તું દાખલાઓ કોઈ ગણ
પ્રેમની આ ડોર તો જો ત્યાગમાં રે શોભતી
મેં કર્યું તારા હવાલે નામ આખું આયખું
દેખ તારું નામ મારા નામ પાછળ ટાંગતી
વ્હાલ છે ત્યાં હોય ઝઘડાઓય સ્વાભાવિક ગણું
જિંદગી ચાલી જશે એને હવે હું રોકતી
ના ગુમાવ્યા કર વખત ખોટા વિચારોમાં હવે
એક તારા કાજ માથું મંદિરોમાં ટેકતી