Heena Shah

Others

3  

Heena Shah

Others

મા...

મા...

1 min
13.7K


મા
તારા વિશે હું શું લખું?
બધાં ..પાનાં
કોરા છોડી દઉં
અને લખું 
ફક્ત મારું અસ્તિત્વ
શું એ પૂરતું નથી?
છતાં લખું છું ,
કેમકે લખીને મોકલવાનું છે,
તારી સરખામણી
હું કોઈ જોડે કરી જ ના શકું,
અને કરું
તો એ તારું અપમાન થાય,
મા
તારા જેવું કોઈ હોઈ જ ના શકે,
આજે તું મારી સાથે નથી,
છતાં છે જ
મારાં સંસ્કારોમાં,
મારી આવડતમાં,
તારો પડછાયો હું,
મા
મારું અસ્તિત્વ એટલે જ
તું  મા 


Rate this content
Log in