દેવને પૂજતી
દેવને પૂજતી
1 min
6.7K
પ્રેમમાં ક્યાં વધારે કશું માંગતી
કાયમી હાથમાં હાથ તો ઇચ્છતી!
જે વિચાર્યું કહ્યું આપને એ જ તો
કેટલી લાગણીઓય પંપાળતી.
વાત જે કૈં કરું આપની સાથમાં
ક્યાં બધાં સાથ ક્યારેય મમળાવતી..
ક્યાં કહું છું તમોને મરી મીટવા
હું કરું એટલો પ્રેમ બસ ચાહતી!
આગવું સ્થાન છે આપનું અંતરે
પામવા આપને દેવને પૂજતી.