મેઘા હવે માન
મેઘા હવે માન
1 min
27.3K
મેઘા હવે માન, કરગરવા તને આવશું,
આ વ્હાલ વરસાવવાની ફેર તક આલશું.
કાચાં ઘરો ના ખમે અતિરેકતા આટલી,
ઘરબાર ધોવાઈ ગ્યા ક્યાં આસરો આપશું?
નાના રહ્યાં બાળ જે ખાવા નથી પામતા,
ગમશે તને બોલ ભૂખા એમને મારશું?
કૈં ઢોર મૂંગા તણાયા, માણસો લાપતા,
જીવો રહ્યાં જીવતાં એ કેમ જીવાડશું?
દેખી હવે યાર દરિયાની ય દરિયાદિલી,
પાણી ય ના સંઘરે તો શું હવે માનશું?
