નાસમજ
નાસમજ
1 min
6.8K
નાસમજ ત્યારે હતો જન્મ્યો હતો હું દેહથી,
મોકલી સમજાવવા જનમેદની પરલોકથી.
પ્રેમથી જેણે ભણાવ્યા જિંદગીના પાઠને,
વંદુ વારંવાર એ માબાપને હું હેતથી.
જ્ઞાન આપ્યું જેમણે બંને વલણને દાખવી,
એ ગુરૂઓનાં ચરણને હું પખાળું પ્રેમથી.
જે સમજ આપી મને કપરાં સમયની સાથમાં,
એ સમયને માન આપું દિલ તણાં ઊંડાણથી.
કેટલો ઉપકાર તારો માનવો હે દેવતા,
ગળગળો આભારવશ થઈ હું નમું છું નેમથી.