અલગ અલગ
અલગ અલગ




અનુભવવુંને વર્ણવવું બંને,
બાબતો અલગ અલગ,
સમજવુંને સમજાવવું,
બંને બાબતો અલગ અલગ,
દરેક વખતે વાત આપણી,
કૈં બધા ના સમજી શકે,
સ્વીકારવુંને સ્વીકારાવવું,
બંને બાબતો અલગ અલગ,
ઉદારમતવાદી કૈં બધા જ મનુષ્યો,
હોતા નથી હંમેશા,
તરવુંને બીજાને તારવવું,
બંને બાબતો અલગ અલગ,
ભૂલ પર્વતથી મોટી નથી દેખાતી,
કોઈને કદીએ અહીં,
મન મોટું રાખવુંને રખાવવું,
બંને બાબતો અલગ અલગ,
બધાં જ નેત્રોનાં દર્શન સમાન,
કદીએ નથી હોવાનાંને,
દ્રષ્ટિ કેળવવીને કેળવાવી,
બંને બાબતો અલગ અલગ.