હળવાશ
હળવાશ


સાગર તણા વંટોળને ધારી શકો હળવાશથી;
લંગર લગાવી નાવને તારી શકો હળવાશથી.
શોધી શકો જો દેહમાં સતયુગ સમા એ રામને;
અંતર તણા રાવણ ઘણા મારી શકો હળવાશથી.
જોયાં ઘણાને દાવ તો અમથા પચાવી પાડતા;
હસતાં મુખે એવી રમત હારી શકો હળવાશથી.
દેખાવડા લાગે ભલા કેવા ભરમના ભૂત રે;
ખોટા ભગતને નાથતાં વારી શકો હળવાશથી.
શીખી ગયા જોને હવે ખોટાખરાનો ભેદ તો;
ભીતર ભળી તે આગને ઠારી શકો હળવાશથી.