મનનાં ઝંઝાવાત
મનનાં ઝંઝાવાત




મનની અંદર ઘૂઘવે દરિયા શો ઝંઝાવાત છે,
હાથમાં રાખ્યાં હલેસાં સાચવી આ જાત છે.
અંતરે ઉઠતા વમળમાં ડોલતી આ નાવડી ,
આંખમાં તરતી આ આશા થાય જો સાક્ષાત છે.
કેટલા વંટોળમાં ઊંચે વિચારો તો ચડે,
ના કશું ચ્હેરો બતાવે દિલમાં રાખી વાત છે.
જાગતી આંખે સપન તો કાચ થઈને તૂટતું,
ગાઢ નિદ્રામાં મળે લાંબી પ્રકાશિત રાત છે.
મનના છેડા ના મળે ને કેટલા લાંબા હશે !
ઉઠ 'તપસ્વી' આ મમત ઈશ્વરની બસ સોગાત છે.