STORYMIRROR

Rohit Kapadia

Inspirational

4  

Rohit Kapadia

Inspirational

સફળતાની સીડી

સફળતાની સીડી

1 min
258


 બંધ આંખે નિરખેલા શમણાંઓને,

 ખુલ્લી આંખે સાકાર કરતો જઈશ. 


  અડચણો ને અવરોધો ઓળંગીને,

  હું સીડી સફળતાની ચઢતો જઈશ. 


  દુ:ખ, દર્દ, વેદના અને વ્યથાને,

  મંઝિલના વળાંક ગણતો જઈશ. 


  કંટકોની તીક્ષ્ણતાને અવગણી, 

  ખુશીઓના ફૂલ ખીલવતો જઈશ. 


  અવતાર મળ્યો છે માનવીનો તો, 

  ઈતિહાસ અનોખો રચતો જઈશ. 


  ઈશ્ચર તારાં ગગન ફલક પર, 

  મારૂં નામ અંકિત કરતો જઈશ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational