Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Romance Inspirational

4  

Rohit Kapadia

Romance Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
213


તેં મને સોના-હીરા-મોતીનાં અલંકારોથી મઢી ન દીધી, 

પણ હા, મારાં મુખ પર લાખેણું સ્મિત સદા યે રાખ્યું. 


તેં મારાં દામનને ફૂલોની વર્ષા કરીને ભરી ન દીધું, 

પણ હા, કદી કાંટો ન ખૂંચે તેનું ધ્યાન સદા યે રાખ્યું. 


તેં મને રાજાની પટરાણી જેવાં એશો-આરામ ન દીધાં, 

પણ હા, તેં મને ક્યારેય જરા પણ થાકવા ન દીધી. 


તેં મારા જીવનને સૂરજ સમ તેજથી આંજી ન દીધું, 

પણ હા, મારાં આશા દીપને સદાય ઝળહળતો રાખ્યો. 


તેં મને ચાંદ-તારા લાવી આપવાનું ક્યારે પણ ન કહ્યું, 

પણ હા, જીવન સ્વર્ગીય લાગે તેનો સદાય ખ્યાલ રાખ્યો. 


તેં મારી છબીને વોલેટમાં રાખવાનું ક્યારે ન વિચાર્યું, 

પણ હા, તારા દિલથી તેં મને ક્યારેય અળગી ન કરી. 


તેં મને ક્યારેય મોંઢે-મોંઢ 'આઈ લવ યુ' એવું ન કહ્યું, 

પણ હાં, તારી ખામોશીમાં પ્રેમ ગીત સદાય ગૂંજતું રહ્યું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance