STORYMIRROR

Rohit Kapadia

Others

4  

Rohit Kapadia

Others

ઓછા હોય છે

ઓછા હોય છે

1 min
311

જિંદગીની ગણતરી ભલા, વર્ષોમાં શીદ કરો ? 

જીવંતતા ભરેલા દિવસો, બહુ ઓછા હોય છે,

 

અર્થવિહો પનુનું કેટલું ચાલ્યા હશુ આ જીવનમાં

મંઝિલ ભણી જનારા ડગ, બહુ ઓછા હોય છે,

 

કંઈ કેટલાયે આમ તો, સ્વજનો ગણાય છે,

લાગણીસભર સંબંધ, બહુ ઓછા હોય છે,

 

હા મા હા મિલાવનારાનો તોટો નથી અહીંયા

દિલની વાત સમજનારા, બહુ ઓછા હોય છે,

 

હાથ જોડીને માગવું, સહજ છે પ્રભુ પાસે

સાચી પ્રાર્થના કરનારા, બહુ ઓછા હોય છે,

 

'નામ તેનો નાશ છે' એ ખબર હોવા છતાં પણ

મૃત્યુથી નહીં ડરનારા, બહુ ઓછા હોય છે.


Rate this content
Log in