STORYMIRROR

Rohit Kapadia

Inspirational

4  

Rohit Kapadia

Inspirational

તો કહેજો

તો કહેજો

1 min
423

મારે આપવાની વાતની ચર્ચા નથી કરવી

કોઈનું આંસુ ઉછીનું લીધું હોય તો કહેજો,


મારે મહેકવાની વાતની ચર્ચા નથી કરવી 

મનમાંથી કચરો દૂર થયો હોય તો કહેજો,


મારે છોડવાની વાતની ચર્ચા નથી કરવી

બંધન પ્રેમનું સંબંધમાં હોય તો કહેજો,


મારે તરવાની વાતની ચર્ચા નથી કરવી,

ભીતરમાં ડૂબી શકતાં હોય તો કહેજો,


મારે જીવવાની વાતની ચર્ચા નથી કરવી

કોઈને ખાતર મરી શકતાં હોય તો કહેજો,


મારે સ્વર્ગની વાતની ચર્ચા નથી કરવી

આ ભવ ઊજાળી શકતાં હોય તો કહેજો,


મારે ઈશ્વરની વાતની ચર્ચા નથી કરવી

સાચા માનવ બની શકતાં હોય તો કહેજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational