STORYMIRROR

Rohit Kapadia

Inspirational Others

4  

Rohit Kapadia

Inspirational Others

વૃદ્ધત્વની વેદના

વૃદ્ધત્વની વેદના

1 min
409

જે આંગળી પકડી મને ઘરડાંઘર મોકલે છે, 

એ આંગળી પકડી તને ચાલતાં શીખવ્યું હતું. 


જે હાથ નિર્દયતાથી મને જાકારો દઈ રહ્યાં છે,

એ હાથોને જોડી તને મેં વંદતા શીખવ્યું હતું. 


જે મુખથી રોષે મને તું ચૂપ રહેવા કહે છે, 

એ મુખમાં શબ્દો મૂકી બોલતાં શીખવ્યું હતું.


જે હ્રદય મારી લાચારીને અવગણી રહ્યું છે,

એ હદયને પ્રેમતાલે મેં ધબકતાં શીખવ્યું હતું. 


જે મનથી મારા મોતની રાહ તું જોઈ રહ્યો છે,

એ મનને જીવંતતાથી મેં જીવતાં શીખવ્યું હતું. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational